Offcanvas right
Offcanvas right

About Us

સામર્થ્ય અને શકિત

  1. મારા મિત્રો તમારા એક સગા ભાઈ તરીકે જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે હું તમને કહેવા માગું છું કે આપણે જોઈએ છે સામર્થ્ય, સામર્થ્ય, અને હર સમયે સામર્થ્ય,

  2. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો, જો તમે પોતાને સબળ માનશો તો સબળ બનશો.

  3. જે કાંઈ શકિત અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે, માટે તમારૂ ભાવી તમે પોતે જ ઘડો.

  4. જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ મને વધારે ને વધારે લાગે છે કે મર્દાનગીમાંજ સઘળું રહેલું છે, મારો નવો સંદેશ છે.

  5. મારા બાળકો યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો જ પાપ કરે છે, અને અસત્ય બોલે છે, બહાદુર માણસો હંમેશાં નિતીમાન હોય છે, નિતીવાન બનો, બહાદુર અને સહૃદયતાવાળા બનો.

  6. શકિત જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે, શકિત આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે, નિર્બળતા સતત બોજો અને દુઃખ છે, મૃત્યુ છે.

  7. લોખંડી સ્નાયુઓ અને કુશાગ્રબુદ્રિનો સંયોગ થાયતો આંખુ જગત તમારાં ચરણમાં પડે.

  8. બહાદુર બનો વાસ્તવિકતાનો વાસ્તવિકતા તરીકે સામનો કરો અનિષ્ટથી ડરીને વિશ્વમાં નાસભાગ કરો નહી.

  9. ઉઠો, જાગો, વધારે ઉઘો નહી, બધી ખામીઓ અને બધાં દુઃખોને દુર કરવાની શકિત તમારી અંદર જ છે.

  10. ચમત્કારોની ઘેલછા અને વહેમી પણું એ હંમેશાં મુડદાલપણાનાં ચિહ્નો છે, આ બધી અધુઃપતન અને મોતની નિશાનીઓ છે.

પરિવારનો ર૩ મો સ્નેહ મિલન સમારોહ અને સ્નેહ મિલન અને ઈનામ વિતરણ તા.૨૬-૬-૨૦૨૨ ને રવિવાર ને બપોરે ૪.૦૦ કલાકે સ્થળ :- સરથાણા કોમ્યુનિટી હોલ, સરથાણા જકાતનાકા, વરાછા રોડ, સુરત.


બાળમંદીર ના તમામ અને ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થી ને ૬૦ ટકા ઉપરના ટકા મેળવેલ હોય તેને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. જે પરિણામ પત્રની ઝેરોક્ષ તા. ૧૬–૦૬–૨૦૨૨ સુધીમાં ઉપરોકત સરનામે જમા કરાવી દેવા. પરિણામ પત્રકની ઝેરોક્ષ પાછળ નામ, સભાસદ નંબર, ગામનું નામ તેમજ ફોન નંબર લખવો. પરિવારના આર્થિક વિકાસ તેમજ સંચાલન, વહિવટ, અને વ્યવસ્થા માટે દરેક સભ્ય ઓછામાં ઓછો રૂ.૨૫૦/– સ્વેચ્છીક ફાળો આપે તેવી આશા રાખવામાં આવે છે, જેથી વાર્ષીક ફી રાખવામાં આવી નથી.


પરિવારના સભ્યોને નાણાકીય લોન આપી શકાય તે હેતુથી બરવાળિયા પરિવાર બચત અને ધીરાણ કરનારી સહકારી મંડળી લી.નું આયોજન કરવામાં આવેલ છે, પરિવાર ના સભ્યોના બાળકો ને ઉચ્ચશિક્ષણ માટે ફી પેટે સહાય કરવામાં આવે છે.

૨૦૨૨ ના છેલ્લા પરિણામ પત્રનીજ નકલ લાવવી અને પરિવાર દિઠ સભ્ય મંડળીમાં હોવા જરૂરી છે. ૨૦૧૮ અને ત્યાર પછીના વર્ષ માં ભોજન ખર્ચ તમામ સભ્યોના સહયોગ થી.