Events

સોસાયટીની પ્રવૃતિ

થાપણો

સોસાયટીએ લોન યોજના અમલમાં મુકેલ છે. જે સભાસદ તરફથી ઘણો સારો ઉત્સાહ અને પ્રતિભાવ જોવા મળ્યો છે. સોસાયટીએ વિવિધ પ્રકારની થાપણોની યોજના મુકેલ છે. જેમ કે ફિક્સ ડિપોઝીટ તથા ફિક્સ ડિપો. ડબલ તથા ફિક્સ ડિપો. સીનીયર સીટીઝન, સીમ્પલ સેવિંગ, જેવી યોજના સ્કીમો અમલમાં મુકી છે. જેનો લાભ લેવા દરેક સભાસદને ભલામણ છે.

ધિરાણો

સોસાયટીના દરેક સભાસદને પોતાની સામાજીક આર્થિક તેમજ અન્ય જરૂરીયાતમંદ ને ધ્યાનમાં લઈને રૂ।. ૫૦,૦૦૦/- તેમજ ૨,૫૦,૦૦૦/– રોકડ ધિરાણ અને શિક્ષણ ફી માટે ધીરાણ અને મિલકતસામે મોર્ગેજ ઘીરાણ તેમજ ધંધાકીય ધીરાણ વિગેરે ની યોજના અમલમાં છે.

મોર્ગેજ લોન

સોસાયટીના સભાસદને પોતાની મિલકતના દસ્તાવેજ (ઓરીજનલ) ઉપર મોર્ગેજ લોનની સુવિધા અમલમાં છે.

સભાસદો માટે અગત્યની સુચના

૧) મુળ રહેઠાણમાં ફેરફાર કર્યો હોય તો ઓફિસે રૂબરૂ આવી સરનામું બદલી જવું.
૨) જે સભાસદની ફરજીયાત બચત બાકી હોયતો તે ભરી જવી અને ફરજીયાત બચત તથા વ્યાજની નોંધ પાસબુકમાં કરાવી જવી.
૩) જે સભાસદના ઓળખપત્ર, શેરસર્ટીફિકેટ, ફિકસ ડિપો., સર્ટીફિકેટ બાકી હોય તો લઈ જવું.
૪) લોન લેનાર દરેક સભાસદે લોન માટેના જરૂરી ડોકયુમેન્ટ તથા ચેકો લોન ફોર્મની સાથે જ જમા કરાવી દેવા.
૫) લોન લેનાર તેના હપ્તા નિયમીત ન ભરેતો તેની સંપુર્ણ જવાબદારી તેના જામીનની ઉપર રહેશે.

સોસાયટીના વ્હાલા સભાસદ મિત્રોને નમ્ર અરજ કરવામાં આવે છે. આપણી સંસ્થાનો સહકાર આપી સમયસર હપ્તો ભરવામાં આવશે તો સંસ્થાનો વિકાસ થશે. સંસ્થા આપની તથા સભાસદો થકી જ છે. એવા સહકારથી કામ કરશો.

Scroll to top